Home> India
Advertisement
Prev
Next

Live: જેટલીને PM તરફથી રાજનાથ સિંહે શ્રદ્ધાંજલી અર્પી, અડવાણી પણ પહોંચ્યા

પૂર્વ નાણા મંત્રી અને ભાજપના નેતા અરુણ જેટલીનું શનિવારે દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) ખાતે નિધન થયું છે.

Live: જેટલીને PM તરફથી રાજનાથ સિંહે શ્રદ્ધાંજલી અર્પી, અડવાણી પણ પહોંચ્યા

નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું શનિવારે નિધન થયું છે. તેઓ 9 ઓગસ્ટથી દિલ્હી સ્થિત એમ્સમાં દાખલ હતાં. એમ્સ તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ અરુણ જેટલીનું નિધન આજે બપોરે 12:07 વાગે થયું. અરુણ જેટલીના પાર્થિવ શરીરને એમ્સથી તેમના કૈલાશ કોલોની સ્થિત ઘરે લાવવામાં આવ્યું છે. અરુણ જેટલીના પાર્થિવ શરીરને તેમના ઘરે  આવતી કાલ સવારે 10 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રખાશે. ત્યારબાદ પાર્થિવ શરીરને ભાજપના હેડક્વાર્ટર ખાતે લઈ જવાશે. તેમના અંતિમ સંસ્કાર આવતી કાલે બપોરે 2 વાગે નિગમબોધ ઘાટ પર કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપી. આ બાજુ ભાજપ અધ્યક્ષ અમિત શાહ તરફથી ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપી.

ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ અરૂણ જેટલનાં ઘરે તેમના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી. 

Delhi: Vice President M Venkaiah Naidu pays tribute to former Union Finance Minister #ArunJaitley who passed away earlier today. pic.twitter.com/ozjyPk2Cx6

— ANI (@ANI) August 24, 2019

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ દિવંગત અરૂણ જેટલીને શ્રદ્ધાંજલી અર્પિત કરવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.

Defence Minister Rajnath Singh on #ArunJaitley: The nation will never forget his contribution, he was an asset to the party, the government when he was part of it, and the country. He is not with us anymore, I pay tribute to him. pic.twitter.com/bUi2J5OEmP

— ANI (@ANI) August 24, 2019

શ્રદ્ધાંજલી અર્પિ કરવા માટે પહોંચેલા રાજનાથ સિંહે જણાવ્યું કે, જેટલી પાર્ટી, સરકાર અને દેશની સંપત્તી હતા. તેઓ અમારી સાથે નથી પરંતુ તેઓ પરોક્ષ રીતે મગજમાં હંમેશા સાથે રહેશે.

Delhi: Former PM Dr Manmohan Singh, Congress interim president Sonia Gandhi and Congress leader Rahul Gandhi, pay tribute to former Union Finance Minister Arun Jaitley who passed away earlier today. pic.twitter.com/YdNC0eaUJB

— ANI (@ANI) August 24, 2019

- ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પોતાનાં પૂર્વ સાથી અરૂણ જેટલીને પુષ્પાંજલી અર્પીત કરવા માટે પહોંચ્યા હતા. 

- નાણાપ્રધાન નિર્મલા સીતારમણ નાણામંત્રીને પુષ્પાંજલી અર્પિત કરવા માટે પહોંચ્યા હતા

- સોનિયા ગાંધીએ પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીને પુષ્પાંજલી અર્પિત કરી હતી

- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પુર્વ નાણામંત્રી અરૂણ જેટલીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. 
- વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જેશંકરે પુર્વ નાણામંત્રી અરૂણ જેટલીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. 

- કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાનાં પરિવાર સાથે શ્રદ્ધાંજલી પાઠવી હતી. 
- દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપરાંત ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ શ્રદ્ધાંજલી પાઠવી હતી.

જેટલીને શ્રદ્ધાંજલી આપવા માટે ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ કૈલાશ કોલોની ખાતે તેમના ઘરે પહોંચ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીનાં નિધનનાં સમાચાર સાંભળી ગૃહમંત્રી અને ભાજપ પુર્વ અધ્યક્ષ અમિત શાહ પોતાની હૈદરાબાદની મુલાકાત વચ્ચે ટ અટકાવીને દિલ્હી પરત ફરી ગયા છે. 

 

અત્રે જણાવવાનું કે અરુણ જેટલીને શ્વાસમાં તકલીફ થવાના કારણે 9મી ઓગસ્ટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એમ્સના વરિષ્ઠ ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યાં હતાં. છેલ્લા દિવસોમાં જેટલીને એકસ્ટ્રાકારપોરલ મેમ્બ્રેન ઓક્સીજનેશન (ECMO) અને ઈન્ટ્રા એરોટિક બલૂન(IABP) સપોર્ટ પર રાખવામાં આવ્યાં હતાં. તેમની ઉંમર 66 વર્ષ હતી. 

અરુણ જેટલીના પરિવારે અપીલ કરી છે કે પીએમ મોદી વિદેશ પ્રવાસ રદ ન કરે. વિદેશ મંત્રાલય તરફથી જાણકારી અપાઈ છે કે પીએમ મોદીના પ્રવાસમાં કોઈ ફેરફાર થશે નહીં. અત્રે જણાવવાનું કે પીએમ મોદી જી-7 સમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સ ગયા હતાં. ત્યાંથી શુક્રવારે રાતે તેઓ સંયુક્ત આરબ અમીરાત આવ્યાં છે. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ અરુણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો. ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીના નિધનના સમાચાર સાંભળીને ગૃહ મંત્રી અને ભાજપના અમિત શાહ પોતાના હૈદરાબાદ પ્રવાસને અધવચ્ચે પૂરો કરીને દિલ્હી પાછા ફરી રહ્યાં છે. અમિત શાહે કહ્યું કે અરુણ જેટલીજીના નિધનથી મને ખુબ આઘાત લાગ્યો છે. તેમના નિધનથી મને વ્યક્તિગત નુકસાન થયું છે. અમે એક વરિષ્ઠ પાર્ટી નેતા જ નથી ખોયા પરંતુ એક એવા મહત્વપૂર્ણ કૌટુંબિક સભ્ય ગુમાવ્યા છે જે હંમેશા અમારા માટે માર્ગદર્શક રહેશે. 

રક્ષા મંત્રી રાજનાથ અને સ્મૃતિ ઈરાની સહિત અન્ય નેતાઓએ અરુણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કોંગ્રેસ તરફથી પણ શોક વ્યકત કરવામાં આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ આંધ્ર પ્રદેશનો પ્રવાસ અધવચ્ચે રદ કરીને દિલ્હી આવી રહ્યાં છે. ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીના નિધન પર રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે જેટલીજીના નિધનથી રાષ્ટ્રીય રાજકારણમાં શૂન્ય પેદા થયું છે. તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ, તેમની કમી ક્યારેય પૂરી શકાશે નહીં. 

અરુણ જેટલી વિશે જાણો ...

1. અરુણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર 1952ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના પિતા વ્યવસાયે વકીલ હતાં. 
2. અરુણ જેટલીએ નવી દિલ્હીની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી 1957-69  સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે શ્રીરામ કોલેજ ઓફ કોમર્સથી બીકોમ કર્યું હતું. તેમણે દિલ્હી યુનિવર્સિટીથી 1977માં કાયદાનો અભ્યાસ કર્યો હતો. 

3. અરુણ જેટલી કાયદાના અભ્યાસ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના વિદ્યાર્થી નેતા પણ હતાં. ડીયુમાં અભ્યાસ દરમિયાન તેઓ 1974માં ડીયુ સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષ બન્યાં. 
4. 1975માં દેશમાં લાગેલી કટોકટના વિરોધ બદલ તેમને 19 મહિના નજરકેદ રખાયા હતાં. 1973માં તેઓ જય પ્રકાશ નારાયણ અને રાજનારાયણ દ્વારા ચલાવવામાં આવેલા ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં પણ સક્રિય રહ્યાં. નજરકેદ ખતમ થયા બાદ તેમણે જનસંઘ પાર્ટી જોઈન કરી. 
5. 1977માં તેમણે દિલ્હી એબીવીપીના અધ્યક્ષ અને ઓલ ઈન્ડિયા સેક્રેટરી બનાવવામાં આવ્યાં. તેમને 1980માં ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ અને દિલ્હી શાખાના સેક્રેટરી બનાવવામાં આવ્યાં હતાં. 
6. અરુણ જેટલીએ 1987માં વકીલાત શરૂ કરી હતી. તેમણે સુપ્રીમ કોર્ટથી લઈને વિભિન્ન હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી. 1990માં દિલ્હી હાઈકોર્ટે તેમને વરિષ્ઠ વકીલ જાહેર કર્યાં. 1989માં જેટલી વીપી સિંહની સરકારમાં એડિશનલ સોલિસિટર જનરલ નિયુક્ત થયા હતાં. તેમણે બોફોર્સ કૌભાંડની તપાસ અંગે દસ્તાવેજી પ્રક્રિયા પૂરી કરી હતી. 
7. અરુણ જેટલી 1991થી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય રહ્યાં. 1999ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમને પાર્ટી પ્રવક્તા બનાવ્યાં. જેટલીએ જૂન 2009ના રોજ વકીલાત કરવાનું બંધ કર્યું. તેમને રાજ્યસભામાં 2009થી 2014 સુધી નેતા વિપક્ષ બનાવવામાં આવ્યાં. 2009માં રાજ્યસભામાં નેતા વિપક્ષ બનતા તેમણે પાર્ટી મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધુ. 
8. 1999માં અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેઓ સૂચના અને પ્રસારણ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) બનાવવામાં આવ્યાં. આ સરકારમાં તેઓ કાયદા મંત્રી પણ રહ્યાં. તેમને ડિસઈન્વેસ્ટમેન્ટના સ્વતંત્ર રાજ્યમંત્રી પણ બનાવવામાં આવ્યાં. 2000માં થયેલી લોકસભા ચૂંટણી બાદ તેમને કાયદા, ન્યાય, કંપની અફેર્સ તથા શિપિંગ મંત્રાલયના મંત્રી પણ બનાવવામાં આવ્યાં. 

 

જુઓ LIVE TV

9. 2014માં અરુણ જેટલીએ ભાજપની ટિકિટ પર અમૃતસર લોકસભા સીટથી ચૂંટણી લડી. પરંતુ તેઓ કોંગ્રેસના ઉમેદવાર કેપ્ટન અમરિન્દર સિંહ સામે હાર્યાં. 
10. અરુણ જેટલી ગુજરાતથી રાજ્યસભા સાંસદ રહ્યાં. માર્ચ 2018માં તેમને ઉત્તર પ્રદેશથી રાજ્યસભા સાંસદ તરીકે મોકલવામાં આવ્યાં. 2014માં મોદી સરકાર બન્યા બાદ તેમણે આ સરકારમાં નાણા મંત્રાલય અને રક્ષા મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. 
11. અરુણ જેટલીના નાણા મંત્રી તરીકેના કાર્યકાળમાં જ સરકારે ભ્રષ્ટાચાર અને કાળા નાણા પર પ્રહાર કરતા 2016માં નોટબંધી કરી હતી. સરકારે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી હતી. 
12. 1982માં અરુણ જેટલીના લગ્ન સંગીતા જેટલી સાથે થયા હતાં. તેમના બે બાળકો છે. રોહન અને સોનાલી. બંને વકીલ છે. 
13. 2018માં અરુણ જેટલીનું દિલ્હી સ્થિત એમ્સમાં કિડની ટ્રાન્સ્પ્લાન્ટ થયુ હતું. જાન્યુઆરી 2019માં ડોક્ટરોને અરુણ જેટલને સોફ્ટ ટિશ્યુ સર્કોમા હોવાનું જાણવા મળ્યું હતું. તે કેન્સરનું એક સ્વરૂપ હતું. ત્યારબાદ ન્યૂયોર્કમાં તેની સફળ સર્જરી થઈ. 
14. અરુણ જેટલીએ 29મી મે 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને ખરાબ સ્વાસ્થ્ય અંગેનો હવાલો આપી કહ્યું હતું કે તેમને નવી સરકારમાં કોઈ પણ પ્રકારની મહત્વની જવાબદારી ન આપવામાં આવે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More